આ વેબસાઇટ પર મુક્વામા આવતી તમામ બાબતો તદ્દન ફ્રી છે-જય ભોજકBlogger Tips and Tricks
"The best thing a child can do with a toy is break it !" - Jay BhojakBlogger Tips and Tricks
Education is now going to hell by some rules so please contribute and Save Education Reformes.Blogger Tips and Tricks

Monday, April 14, 2014

વૈકલ્પિક રસીઓ

વૈકલ્પિક રસીઓ

રોટા વાઇરસ રસી


રોટાવાઈરસ થી થતા ઝાડા અંગે
સામાન્ય રીતે શિશુને પ્રથમ વર્ષમાં ત્રણ થી ચાર વખત ઝાડા થવાની ઘટના થાય છે. ઝાડા આમ તો સામાન્ય બિમારી ગણવામાં આવે છે પણ ઝાડાથી શરીરમાં પાણી ખૂટી જવાથી ઘણા બાળકોને હોસ્પીટલમાં દાખલ કરવા પડે છે અને જેમને સમયસર સારવાર ન મળે તેમનુ મૃત્યુ પણ થઈ શકે છે. બાળકોમાં થતા ઝાડાના કુલ કેસોમાંથી લગભગ 70 ટકા કેસ રોટા વાઈરસ નામના વાઈરસના ચેપથી થાય છે. એક અંદાજ પ્રમાણે સમગ્ર વિશ્વમાં આ વાઈરસથી થતી ઝાડાની બિમારી થી વાર્ષિક 6 લાખ થી વધુ બાળકોના મૃત્યુ થાય છે.
 

ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સીન (PCV 7)- ન્યુમોનિયા રસી


ન્યુમોકોકલ બેક્ટેરીયા દ્વારા બાળકોમાં સામાન્ય ઉધરસ થી લઈને મગજમાં રસી જેવા અતિ ગંભીર સંક્રમણ પણ થતા હોય છે. આ બેક્ટેરીયાની સામે અમેરીકા અને અન્ય 19 દેશોમાં ન્યુમોકોકલ કોંજયુગેટ રસીને બાળ કોમાં વપરાશની ઈ.સ. 2000થી પરવાનગી મળેલ છે. આ દેશોમાં આ રસીકરણના ઘણા ઉત્સાહવર્ધક પરિણામો મળેલા છે. હાલ ભારતમાં આ રસી અમેરીકાથી આયાત કરવામાં આવે છે.
 

અછબડા

ઇ-મેલ

અછબડાના રોગ સામેની રસી ઘણા સમયથી ભારતમાં અને અન્ય દેશોમાં ઉપલબ્ધ છે અને તેની અસરકારકતા પણ ઘણી સારી છે. આ રસી હાલ ભારતીય રસીકરણમાં પ્રારંભિક રસીકરણ માં સામેલ નથી પરંતુ ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા આ રસી માતા-પિતાને યોગ્ય સમજ બાદ જો જરુર જણાય અને આર્થિક રીતે પરવડે તો જે-તે બાળકને આપવાનુ કહેવાયુ છે.
 

હિપેટાઇટીસ - એ


હીપેટાઈટીસ –એ નો રોગ વાઈરસથી થતો રોગ છે. આ વાઈરસ પાણી કે દુષિત હાથ કે ખોરાક દ્વારા ફેલાય છે. આ રોગનો ચેપ મોટા ભાગના બાળકોને 5 વર્ષની ઉંમર સુધીમાં થઈ જતો હોય છે પરંતુ સદભાગ્યે બાળકોમાં 85 % માં આ રોગ બહુમૂલી અસરો પેદા કરેછે અને મોટા ભાગના બાળકોને કમળાની અસર પણ થતી નથી. જ્યારે અન્યને તાવ -કમળો- પેટમાં દુઃખાવો- ઉલ્ટી ઉબકા જેવા લક્ષણૉ જોવા મળે છે પરંતુ ગંભીર પ્રકારની બિમારી બહુ જૂજ કિસ્સા માં જોવા મળે છે. જ્યારે આથી તદ્દન વિપરીત વયસ્કોમાં આ વાઈરસનો ચેપ ઘણો કષ્ટદાયક અને ઘણા કિસ્સામાં અતિ ગંભીર રુપ પણ લઈ લે છે.
 

ઇન્ફ્લુએન્ઝા


યાદ રાખો કે આ રસીથી સ્વાઈન ફ્લુ સામે કોઈજ રક્ષણ મળતુ નથી. આ રસી માત્ર સામાન્ય ફ્લુ ના રોગ સામે રક્ષણ આપે છે. હાલ ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીકસ દ્વારા આ રસી માત્ર ખાસ સંજોગોમાં જેમને જરુરી છે એવા બાળકોને જ આપવા જણાવાયુ છે.

No comments: